Heavy rain forecast in gujarat

Gujarat rain update: ગુજરાતમાં વરસાદને લઇ મોટા સમાચાર,રાજ્યના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના

Gujarat rain update: આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના

ગાંધીનગર, 06 જુલાઇઃ Gujarat rain update: ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. ૦૫ જુલાઈ થી ૧૦ જુલાઈ-૨૦૨૨ સુધી દ્વારકા, પોરબંદર,વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા.૦૪/૦૭/૨૦૨૨ સુધીમાં અંદાજિત ૩૦,૨૦,૬૧૬ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૪૦,૫૩,૯૮૨ હેક્ટર વાવેતર થયું હતું.

સિંચાઇ વિભાગના જણાવ્યા અનુંસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૪,૦૭૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૩.૧૨% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૭,૬૨૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં એક જળાશય હાઇ એલર્ટ પર તેમજ એક જળાશય વોર્નિંગ પર છે.

આ પણ વાંચોઃ Bus accident in kullu: હિમાચલના કુલ્લૂની ખાઇમાં બસ ખાબકતા 13નાં મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારને બે લાખની સહાયની જાહેરાત

ચર્ચા દરમિયાન રાહત કમિશનરએ NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી. આ અગાઉ ગિરસોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં બે એમ કચ્છ સહિત કુલ ૦૯ NDRFની ટીમો તથા પોરબંદર જિલ્લા ખાતે SDRFની એક ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે.

રાહત કમિશનરએ બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ Salman chishti arrested: નૂપુર શર્માનું માથું કાપી લાવનારને ઇનામ આપવાની જાહેરાત કરનારની ધરપકડ- વાંચો શું છે મામલો?

Gujarati banner 01