PM modi in Ahmedabad

PM modi in Ahmedabad: GMDC ગ્રાઉન્ડ ખાતે PM મોદીનું સંબોધન, વાંચો આજના સંપૂર્ણ કાર્યક્રમ વિશે

PM modi in Ahmedabad: ‘મારૂં ગામ, મારૂં ગુજરાત’ થીમ પર યોજાનારા આ મહાસંમેલનમાં વડાપ્રધાન સરપંચો સહિત 1.50 લાખ લોકોને સંબોધન કર્યું

અમદાવાદ, 11 માર્ચઃ PM modi in Ahmedabad: કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં જોવા મળે છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે.

@ 05:00 PM

વડાપ્રધાન મોદીનું સંબોધન

દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થાયઃ PM મોદી

દરેક ગામમાંથી 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર થાય. ખેતરમાં કેમિકલ નાખવાનું બંધ કરીને ધરતી માને પીડામાંથી મુક્ત કરવાની જવાબદારી આપણી છે.

દરેક ગામમાં 75 વૃક્ષો વાવવા માટે અપીલ

વડાપ્રધાન મોદીએ આઝાદીના 75 વર્ષની ઉજવણી સ્વરૂપે દરેક ગામમાં 75 વૃક્ષો વાવવા માટે ગામના આગેવાનોને અપીલ કરી. કહ્યું કે, ગુજરાતના ગામડાઓમાં અમૃત મહોત્સવનું આવું નાનકડું પણ મોટું કામ કરવું જોઈએ. PM મોદીએ નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માંગતા કહ્યું, ‘હું કહું એવા નાના નાના કામ કરશો? દર વર્ષે શાળાનો જન્મ દિવસ ઉજવો. શાળા શિક્ષકોની નથી, શાળા આપણા ગ્રામની પ્રાણશક્તિ છે. આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 પ્રભાત ફેરી કરીએ.’

ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલાઓનું પ્રતિનિધિત્વ વધું: PM મોદી

PM મોદીએ કહ્યું, ‘અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદ્ભાગ્ય છે કે ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલાઓ વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે.’

કોરોનાને ગામડામાં પહોંચતા મોઢામાં ફીણ આવી ગયાઃ PM મોદી

આટલી મોટી મહામારી, આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી એ કોરોનાને ગામડામાં પહોંચતા મોઢામાં ફીણ આવી ગયા. કોરોનાના કાળખંડમાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને ગામડામાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું.

પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કારઃ PM મોદી

લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા. આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જોતા હતા.

3 મિનિટ હિંદીમાં સંબોધન કર્યા બાદ કહ્યું, ‘કેમ છો બધા’

મુખ્યમંત્રીનું પ્રેરક સંબોધન

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગુજરાત માટે આજનો દિવસ અવસરથી ઓછો નથી. ગ્રામ પંચાયતોને જાહેર વહીવટમાં પ્રાધાન્ય આપવાનો ગુજરાતનો ઈતિહાસ રહ્યો છે. મહાત્મા ગાંધીએ ગામડાઓને સક્ષમ બનાવવા પ્રેરણા આપી હતી. વડાપ્રધાને ગામડાઓની ગ્રાન્ટમાં ધરખમ વધારો કર્યો છે. હું સરપંચો વતી તમારો આભાર વ્યક્ત કરૂં છું. હાલમાં ઈ-ગ્રામ પંચાયત કેન્દ્રો પરથી 56 જેટલી સેવાઓ આપવામાં આવી રહી છે. આવકના દાખલા હવે ત્રણ વર્ષ માટે માન્ય ગણવાનો નિર્ણય લેવાયો છે. આવશ્યક ન હોય એવી સેવામાં એફિડેવિટમાંથી મુક્તિ આપી છે. બજેટમાં 4000 ગામોમાં ફ્રી WiFi સેવા આપવાનો નિર્ણય લીધો છે. ગામડાઓમાં એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નિર્માણ પામી રહી છે.

@ 04:30 PM

GMDC ગ્રાઉન્ડ ખાતે પંચાયત મહાસંમેલનની શરૂઆત

વડાપ્રધાન મોદી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. તેમના સાથે ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. GMDC ખાતે વડાપ્રધાને પંચાયતી રાજની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. ત્યાર બાદ તેમણે 5 ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માન કર્યું હતું.

@ 04:15 PM

વડાપ્રધાન મોદી રાજભવન ખાતેથી GMDC ગ્રાઉન્ડ જવા માટે રવાના

વડાપ્રધાન મોદી રાજભવન ખાતેથી GMDC ગ્રાઉન્ડ જવા માટે રવાના થયા છે. ત્યાં તેઓ પંચાયત મહાસંમેલનને સંબોધીત કરશે. ‘મારૂં ગામ, મારૂં ગુજરાત’ થીમ પર યોજાનારા આ મહાસંમેલનમાં વડાપ્રધાન સરપંચો સહિત 1.50 લાખ લોકોને સંબોધન કરશે. પંચાયત મહાસંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી ગ્રામપંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહેશે. પંચાયત સંમેલનમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિ તથા ધારાસભ્યો અને સાંસદ સભ્યો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. GMDC ખાતે તૈયાર કરવામાં આવેલા વિશાળ ડોમમાં બેસવા માટે 1 લાખથી વધારે ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

@ 02:45 PM

રાજભવન ખાતે સ્વાગત

ગાંધીનગર રાજભવન ખાતે  ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજભવનના વરિષ્ઠ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને વડાપ્રધાનનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચોઃ Navjot singh sidhu: ‘કપિલ શર્મા શો’માં વાપસી કરશે નવજોત સિંહ સિદ્ધુ, વાંચો શું છે મામલો?

@ 02:15 PM

કમલમથી રાજભવન ખાતે જવા નીકળશે વડાપ્રધાન

ગાંધીનગર કમલમ ખાતે વડાપ્રધાનની બેઠક પૂર્ણ. બેઠકમાં વડાપ્રધાને ભાજપના પદાધિકારીઓને સંબોધીત કર્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ તેઓ રાજભવન ખાતે જવા માટે રવાના થયા હતા. 

@ 01:00 PM

કમલમ ખાતે મંથન

એરપોર્ટથી કમલમ સુધીના ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન મોદી કમલમ ખાતે ભાજપના ધારાસભ્યો, સાંસદો, પક્ષના હોદ્દેદારો સાથે સંવાદ સાધશે. આ બેઠક માટે પદાધિકારીઓ સહિત માત્ર 430 આગેવાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર સૌ આગેવાનોને ડિઝિટલ કિયોસ્કથી જ કમલમમાં પ્રવેશ મળવાનો હોવાથી પોતાના કોઈ વ્યક્તિને નલાવવા અને પ્રદેશ કાર્યલાયમાં સામૂહિક વાહનમાં આવવા આદેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન સાથે સ્ટેજ પર ભૂપેન્દ્ર પટેલ, સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસશે. 

@ 12:45 PM

2 કલાકના રોડ શો બાદ કમલમ પહોંચ્યો કાફલો

એરપોર્ટથી કમલમ સુધીના 10 કિમી લાંબા રોડ શો બાદ આશરે 2 કલાકે વડાપ્રધાન મોદીનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો છે. કમલમના પ્રવેશ દ્વાર ખાતે ફૂલોનો વરસાદ કરીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નીતિન પટેલ સહિતના નેતાઓએ કમલમ ખાતે ફૂલ અર્પણ કરીને વડાપ્રધાન મોદીની ચરણ વંદના કરી હતી. કમલમમાં પ્રવેશ કરતી વખતે વડાપ્રધાન મોદીએ વિક્ટરી સાઈન બતાવી હતી. આ સાથે જ કમલમમાં શંખનાદ કરવામાં આવ્યો હતો, જેની ગુંજ આખા પ્રદેશ કાર્યાલયમાં સંભળાઈ હતી. 

@ 12:30 PM

વડાપ્રધાન મોદીનું વતનમાં અનેરૂં સ્વાગત

વડાપ્રધાનના અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન બાદ કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાયો જેમાં લાખો લોકોની ભીડ જોવા મળી રહી છે. રસ્તાની બંને બાજુ કેસરીયા શણગારની વચ્ચે વડાપ્રધાનનો કાફલો આગળ વધી રહ્યો છે ત્યારે લોકો પણ કેસરી રંગના ફુગ્ગાઓ અને બેનર્સ વગેરે સાથે વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા છે. 

@ 11:40 AM

ખુલ્લી થાર જીપમાં સવાર થઈને કેસરી ટોપી પહેરેલા વડાપ્રધાન મોદી જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. જીપમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનની સાથે દેખાઈ રહ્યા છે. લોકોની ભારે ભીડ વચ્ચેથી વડાપ્રધાનનો કાફલો આગળ વધી રહ્યો છે અને વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. આ ઉપરાંત તેઓ વિક્ટરીની સાઈન પણ બતાવી રહ્યા છે. 

PM ના સ્વાગત માટે અમદાવાદ અને ગાંધીનગરમાં  માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે. રસ્તાની બંને તરફ કેસરી રંગનો શણગાર જોવા મળી રહ્યો છે અને સમગ્ર વાતાવરણ કેસરીયા રંગમાં રંગાઈ ગયું છે. ગાંધીનગર ખાતે કોબા સર્કલની આસપાસ 2 કિમી વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો છે. મોટી સંખ્યામાં ભાજપના છેવાડાના કાર્યકરો ગાંધીનગર પહોચી રહ્યા છે અને પોતાના લોકલાડીલા નેતાની રાહ જોઈ રહ્યા છે. 

@ 11:15 AM

વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી કમલમ જવા માટે રવાના થયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ પીએમ મોદીની સાથે ખુલ્લી જીપમાં સવાર થયા છે. વડાપ્રધાન મોદી ઉપરાંત બંને નેતાઓએ માથામાં કેસરી રંગની ટોપી પહેરી છે જે તેમના ભગવા મેજિકની સાક્ષી પૂરી રહેલી જણાય છે. 

content image f055362f b852 478c 92fe 616a92cbb5aa

@ 11:05 AM

એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું સ્વાગત

અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું આગમન થયું ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનો ભાવભર્યો સત્કાર કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ સચિવો અને મુલ્કી અધિકારીઓએ પણ પ્રધાનમંત્રીનું અભિવાદન કરીને તેમને આવકાર્યા હતા.

વડાપ્રધાનના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રોડ શોના રૂટ પર 50 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેના પર ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખીઓ અને વિવિધ લોકનૃત્યો દર્શાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયુર ડાન્સ, કુચીપુડી, ભરતનાટ્યમ જેવી પ્રસ્તુતિ માટેની તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીના રોડની સુરક્ષા માટે 4 DIG, 23 DCP, 5 હજાર 550 પોલીસ જવાનનો કાફલો તૈનાત છે. 

વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યા હતા. આ સાથે જ વડાપ્રધાન મોદીના મિશન ગુજરાતની શરૂઆત થઈ ગઈ છે. 

કમલમ ખાતે PMની ભવ્ય રંગોળી
વડાપ્રધાન મોદી ગુજરાતમાં આગમન બાદ સૌ પ્રથમ પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત લેવાના છે. તેના અનુસંધાને કમલમ ખાતે દિવાળી જેવો માહોલ છે અને કમળના ફૂલો વડે તેનો શણગાર કરવામાં આવ્યો છે. ઉપરાંત વડાપ્રધાન મોદીની વિશાળ રંગોળી બનાવવામા આવી છે. તેઓ જ્યારે ઉત્તર પ્રદેશ ગયા હતા ત્યારે ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી અને હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ્ય આપ્યું હતું. કમલમ ખાતેની રંગોળીમાં વડાપ્રધાનના તે મિજાજને અનેરો રંગ આપવામાં આવ્યો છે.  

content image 403b0186 6d4d 4b0a 9bae fb3f44373c9a

વડાપ્રધાનનો આ કાર્યક્રમ એવા સમયે બન્યો છે કે જ્યારે ભાજપને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે. ચૂંટણીના પરિણામો પછી મોદીની ગુજરાતની મુલાકાતને ભવ્ય બનાવવા માટે પ્રદેશ નેતાઓ કામે લાગ્યા છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.