Relief from the heat wave: અમદાવાદમાં ગરમીમાં મળશે આંશિક રાહત, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે

Relief from the heat wave: વલસાડ અમરેલી અને ભાવનગરમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે

અમદાવાદ, 02 જૂનઃ Relief from the heat wave: રાજ્યમાં આગામી પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણમાં સામન્ય ફર્ક રહે તેવી શક્યતા છે. આજે અને કાલે ઠંડક થઈ શકે છે. આવતીકાલે કેટલાક વિસ્તારમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે, એક દિવસ તાપમાનમાં ઘટાડો થશે.

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ એક્ટિવિટી રહેશે. વલસાડ અમરેલી અને ભાવનગર માં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી રહેશે. તાપમાનમાં હાલ કોઈ ફેરફાર નહીં થાય એક દિવસ બાદ રાજ્યના તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે. જેના કારણે આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે. બે દિવસ થંડર સ્ટ્રોમની અસર રહેશે એટલે કે ઠંડક રહેશે. જેના કારણે સામાન્ય ગરમીમાં રાહત અનુભવાશે.

આ પણ વાંચોઃ Misdemeanor with a married woman: અમદાવાદ શહેરના વટવામાં પરિણિતા સાથે પડોશી યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું

તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 43 ડિગ્રી શહેરનું તાપમાન રહ્યું હતું ત્યારે તેમાં સામાન્ય ઘટાડો આ દિવસો દરમિયાન જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે બે દિવસમાં 41 થી 43 ડિગ્રીની વચ્ચે અમદાવાદ સહિતના વિવિધ શહેરોની જિલ્લાઓની અંદર તાપમાન જોવા મળ્યું છે.

ત્યારે આગામી સમયમાં વાતાવરણમાં ફેરફાર આવતા આંશિક ઘટાડો તાપમાન ની અંદર જોવા મળશે. જોકે અત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી ને લઈને કોઈ સમાચાર હવામાન વિભાગ તરફથી જોવા મળ્યા નથી. જેથી આગામી 15 થી 20 જૂન આસપાસ મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વરસાદ થાય તેવી શક્યતાઓ છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ About film Samrat Prithviraj: રિલીઝ પહેલા અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને આંચકો લાગ્યો! જાણો કેમ….

Gujarati banner 01