Tanariri Festival

Tanariri Festival 2022:તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે મનાવાશે – કેન્દ્રીય મંત્રી

Tanariri Festival 2022: તેમણે ઉમેર્યું કે આ આજના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસે યોજાઈ રહેલી આ કોન્ફરન્સ એક આઇકોનિક દિવસ તરીકે વિશ્વભરમાં ઓળખાશે. 

ગાંધીનગર, 18 મેઃTanariri Festival 2022: મહાત્મા મંદિર-ગાંધીનગર  વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ નિમિત્તે ગુજરાતની આગવી ઓળખ ધરાવતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે મનાવાશે. તેમ કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું હતું.

ભારત સરકારના સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ગુજરાતમાં યોજાઈ રહેલી વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સને આવકારતાં જણાવ્યું કે નકારાત્મક અને નઠારાં પરિબળો સામે આશા અને હકારાત્મકતા સાથે ઝીંક ઝીલીને ટકી રહેવાની પ્રેરણા વડનગર સદીઓથી આપી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે વડનગર એક પવિત્ર ધામ છે. વારાણસી જેટલો જ ભવ્ય ઇતિહાસ વડનગરનો છે. 

ક્લાઇમેટ ચેન્જની ઐતિહાસિક સ્મારકો પરની અસર અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે દ્વારકા જેવું ભવ્ય નગર અને સંસ્કૃતિ ડૂબી ગયા, એ ઇતિહાસ આપણા માટે બોધપાઠ રૂપ બનવો જોઈએ. વડનગરમાં બૌદ્ધ મઠ મળી આવ્યા છે, કુશીનગર, સારનાથ, ગયાની જેમ વડનગર પણ બુદ્ધિસ્ટ સર્કિટનો એક ભાગ છે. 

આ પણ વાંચોઃ Archaeological Experiential Museum at vadnagar: વડનગરમાં આકાર પામી રહેલું આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યૂઝિયમ આકર્ષણનું કેન્દ્ર બનશે
ગુજરાતની આગવી ઓળખ ધરાવતા વડનગરના તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે ઊજવવાની તેમણે જાહેરાત પણ કરી હતી.

મંત્રી લેખીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ સ્થળના ઐતિહાસિક વારસાને વિશ્વના બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટીનેશન સ્થળ તરીકે વિકસાવવાના મંત્ર સાથે યોજાઈ રહેલી આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ગુજરાતને આગવી ઓળખ અપાવશે.
તેમણે ઉમેર્યું કે આ આજના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસે યોજાઈ રહેલી આ કોન્ફરન્સ એક આઇકોનિક દિવસ તરીકે વિશ્વભરમાં ઓળખાશે. 

વડાપ્રધાનની જન્મભૂમિ વડનગરના ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહર સમાન વારસાને આજની યુવા પેઢી સુધી પહોંચાડવાનો આ અપ્રતીમ અવસર છે એ માટે સૌએ જનજાગૃતિ કેળવવા સંકલ્પબદ્ધ બનવું પડશે. ભૂતકાળમાં આ આપણા સાંસ્કૃતિક વારસાને નેસ્તનાબૂદ કરવા અનેક આક્રમણો થયા તેમ છતાંએ આજે આપણો વારસો અકબંધ છે. તેને ઉજાગર કરીને ભાવિ પેઢીને આપવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. 


તેમણે ઉમેર્યું કે વડનગરનું કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધિક અવશેષો, હાટકેશ્વર મહાદેવ જેવા ઐતિહાસિક સ્થળોને વિશ્વ સ્તરે પ્રસ્થાપિત કરવામાં આજની આ કોન્ફરન્સ અત્યંત મહત્વની પુરવાર થશે.

(સોર્સઃ ન્યૂઝ સર્ચ)

આ પણ વાંચોઃ Vir vachhraj dada nu mitha pani no dhodh: કચ્છના વિરાન રણમાં વહેતો વીર વછરા દાદાનો મીઠા પાણીનો ધોધ, વૈજ્ઞાનિકો માટે પણ એક મોટી પહેલી

Gujarati banner 01