rainy sky

Unseasonal rain in Diwali: દિવાળીમાં રાજ્યના આ વિસ્તારોમાં પડશે વરસાદ, જાણો શું કહ્યું હવામાન વિભાગના નિષ્ણાંતે?

Unseasonal rain in Diwali: બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થયા હતા અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શકયતા

અમદાવાદ, 19 ઓક્ટોબરઃ Unseasonal rain in Diwali: હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની સાંભવના છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં માવઠાની સાંભવના છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 5 દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં વારંવાર હવાના દબાણ ઉભા થયા હતા અને હજુ પણ બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શકયતા છે. દક્ષિણ ચીન ચક્રવાત સર્જાતા બાંગ્લાદેશ પૂર્વીય ભારત દક્ષિણ પૂર્વીય તટ સામાન્ય વાવાઝોડું કે વરસાદની શકયતા રહેશે.

આ પણ વાંચોઃ Bangladesh cancels Nora Fatehi show: આર્થિક કટોકટીના કારણે બાંગ્લાદેશે નોરા ફતેહીના શો માટે ના આપી મંજૂરી- વાંચો વિગત

ઉત્તર પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસના કારણે હિમ વર્ષા કે કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. દિવાળીના આસપાસ અને નવા વર્ષની શરૂઆતમાં વાદળો આવશે. આ આરસામાં દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમા વાવાઝોડું ફૂંકાવવાની શકયતા છે. જોકે, વાવાઝોડાની પુષ્ટિ હવામાન વિભાગ કરી શકશે. કેરળ, તમિલનાડુ ઓરિસ્સા, કર્ણાટકમાં વરસાદની શકયતા રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ફૂંકાશે અને  ઉત્તર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. દિવાળીની આસપાસ અને બેસતા વર્ષની શરૂઆતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માવઠાની અસર થવાની શકયતા છે.

 આ પણ વાંચોઃ PM inaugurates Defence Expo-2022: આજે પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યુ- જાણો વિગત

Gujarati banner 01