Weather Update sammer

Yellow alert in Gujarat: ગુજરાતમાં આજે અને આવતી કાલે યલો એલર્ટ, સાથે આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી

Yellow alert in Gujarat: યલો એલર્ટ એટલે આજે અને આવતીકાલે દિવસમાં ગરમ પવનની સાથે રાતે પણ ગરમ ફૂંકાશે.

whatsapp banner

અમદાવાદ, 28 માર્ચ : Yellow alert in Gujarat: રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આજે અને આવતીકાલે યલો એલર્ટની આગાહી કરી છે. બુધવારે અમદાવાદ સહિત આઠ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે અને કયા કયા વિસ્તારોમાં હીટવેવની આગાહી રહેશે તે અંગેની જાણકારી મેળવીએ.

બુધવારે બપોરે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહીમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન મુખ્યત્વે ડ્રાય રહેશે. અધિકત્મ તાપમાનની વાત કરીએ તો, આગામી ત્રણ દિવસ હવામાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. જે બાદ કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રીનો ફોલ જોવા મળશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ અને ગાંધીનગરમાં વોર્મ નાઇટ રહેવાની પણ સંભાવના છે.

આ પણ વાંચોઃ Saudi Arabia will Participate in Miss Universe: સાઉદી અરેબિયા પહેલીવાર મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે, 27 વર્ષની મોડલ રૂમી અલકાહતાની કરશે દેશનું પ્રતિનિધિત્વ

હવામાન વિભાગ દ્વારા બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. યલો એલર્ટ એટલે આજે અને આવતીકાલે દિવસમાં ગરમ પવનની સાથે રાતે પણ ગરમ ફૂંકાશે. હવામાન વિભાગે આજે (28 માર્ચ) ઉષ્ણ લહેર અને ગરમ રાતની ચેતવણી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને રાજકોટમાં ઉષ્ણ લહેર એટલે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા અને અમદાવાદમાં રાતે પણ ગરમ પવનો ફૂંકાવવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.

29 તારીખને શુક્રવારની વાત કરીએ તો, બનાસકાંઠા અને અમદાવાદમાં હીટવેવ અને ગરમ રાતની પણ ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, રાજ્યના ભાગોમાં આજથી ગરમીનો પારો વધશે અને એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા પુનઃ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. આજથી ગુજરાતના માટો ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જેમા ઉતર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 28થી 29 માર્ચના ગરમી, પવનની શક્યતા રહેશે.

આ પણ વાંચોઃ Loksabha Election 2024: ગુજરાતમાં ચૂંટણીપંચ એક્શનમાં! રાજ્યભરમાંથી રોકડ, દારૂ, સોનું-ચાંદી અને ચરસ સહિતની રૂ.42.62 કરોડની વસ્તુઓ જપ્ત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો