CT scanning machine jamnagar

Rupani sarkar: પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહિ- પરંતુ જન સેવા-લોકહિતના પાંચ વર્ષમાં થયેલા વ્યાપક કામો જન જન સમક્ષ રાજ્ય સરકાર પ્રસ્તુત કરશે

Rupani sarkar: પાંચ વર્ષ આપણી સરકારના-સૌના સાથ સૌના વિકાસ’’ના અન્વયે પાંચ વર્ષમાં થયેલા જનહિત-લોકકલ્યાણના અનેક વિધ વિકાસ કામો-લોકાર્પણો-લાભ વિતરણના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં થશે

ગાંધીનગર, 29 જુલાઇઃ Rupani sarkar: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાશે. પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહિ પરંતુ પાંચ વર્ષના આ સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસકામો લોકાર્પણો, લાભ સહાય વિતરણ અને બહુવિધ જનહિત કામોને આવા કાર્યક્રમો દ્વારા જન-જન સુધી ઊજાગર કરાશે.

સુશાસનના પાંચ વર્ષ(Rupani sarkar) નિમિત્તે થીમ આધારિત વિવિધ જનહિતલક્ષી ફલેગશીપ યોજનાઓનો વ્યાપ વધારવા માટે રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનું રાજય સરકારનું આ જનહિત લક્ષી કાર્યક્રમોનું આયોજન છે.કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમ યોજાશે, તે અંતર્ગત તારીખ ૧ ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ, ૨ ઓગસ્ટ સંવેદના દિવસ, ૩ ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, ૪ ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, ૫ ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, ૬ ઓગસ્ટ રોજગાર દિવસ, ૭ ઓગસ્ટ વિકાસ દિવસ, ૮ ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે.
તા. ૩ જી ઓગષ્ટના રોજ “સર્વને અન્ન, સર્વને પોષણ” અંતર્ગત ‘અન્નોત્સવ દિવસ’ અન્વયે યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ Gujarat ATS: દેવભૂમિ દ્વારકા ખાતેથી અંદાજિત રૂ. 15 કરોડના આશરે 5 kg Heroinનો જથ્થો જપ્ત કરવમાં ગુજરાત એ.ટી.એસે મેળવી સફળતા- વાંચો વિગત
વડાપ્રધાન રાજ્યની ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ પ કિલો અનાજની કિટનું વિતરણ કરશે. દાહોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા પણ જોડાશે. પ્રધાનમંત્રી પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની દુકાનો પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.


આ ઉપરાંત NFSA અંતર્ગત અંદાજિત ૭૨ લાખ પરિવારોને (૩.૫ કરોડની વસ્તી) વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે. સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત ૮ લાખ ૫૦ હજાર લોકો સહભાગી થશે. તા. ૧ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચોઃ Raj kundra case: રાજ કુંદ્રા શિલ્પા સાથે ખુશ નહોતો, કહ્યા વગર મારા ઘરે આવ્યો અને ના પાડી છતાં કિસ કરી, શર્લિન ચોપરાએ કહ્યું- વાંચો વિગત
રાજ્યની ૧૦૦ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ૫૧ ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ ૧૫૧ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૩૫ કરોડના ખર્ચે ૩૬૫૯ શાળાઓના તૈયાર થયેલા ૧૨ હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રૂ. ૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૫૦ શાળાના ઓરડાઓ, રૂ. ૧૦ કરોડ ૨૬ લાખના ખર્ચે તૈયાર થયેલા ૭૧ પંચાયત ઘર, રૂ. ૪ કરોડ ૮૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ૨૫૬ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે.


શોધ યોજના અંતર્ગત ૧૦૦૦ પી.એચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ૨૦૦૮ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ રાજ્યની ૧૬ કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ કરવામાં આવશે જેનો ૧૮,૬૭૦ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે.
આ ઉપરાંત રૂ. ૫૮ કરોડના ખર્ચે રાજ્યમાં વિવિધ ૬૪૭ શાળાના ઓરડાઓ, રૂ. ૨૦૭૬ કરોડના ખર્ચે ૧૪૪ પંચાયત ઘર નિર્માણ માટે પણ ખાતમુહર્તનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આ પણ વાંચોઃ Cloud Burst in kishtwar: જમ્મુના કિશ્તવાડ ખાતે વાદળ ફાટવાથી તબાહી, 6 લોકોના મોત, બીજી તરફ હિમાચલમાં અચાનક આવ્યુ પૂર- વાંચો વિગત

તા. ૨ જી ઓગષ્ટના રોજ ‘સંવેદના દિવસ’ અન્વયે રાજકોટમાં મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિતિ રહેતા વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે તાલુકા, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓમાં ૪૩૩ જેટલા સેવા સેતુ કાર્યક્રમોનુ આયોજન છે. રાજ્યના ૨૪૮ તાલુકા અને ૧૫૬ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં ૨૯ સેવા સેતુ કાર્યક્રમો યોજાશે. સંવેદના દિવસ અન્વયે યોજાનારા સેવાસેતુ સહિતના કાર્યક્રમોમાં નાના, સામાન્ય વર્ગના, ગરીબ, વંચિત લોકોને દિવ્યાંગ, વૃદ્ધો અને કોરોનામાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર અનાથ બાળકોને વિવિધ લાભ સહાય અપાશે જે અન્વયે ૪૯૪૧ બાળકોને રૂ. ૧.૧૮ કરોડની સહાય પણ અપાશે.

કોરોના કાળમા મૃત્યુ પામેલ માતા પિતાના બાળકો માટે સમાજ કલ્યાણ વિભાગ અને જેએમ ફાઈનાન્સિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શિક્ષણમાં સહાયરૂપ થવાની યોજનાનો શુભારંભ થશે. પાલક માતા-પિતા, દિવ્યાંગ, વિધવા અને વૃધ્ધો માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે તા. ૪થી ઓગષ્ટે ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવશે.

આ પણ વાંચોઃ Saudi bans: સાઉદીએ ભારત સહિત તેના રેડ લિસ્ટમાં સામેલ દેશોના નાગરિકો પર સાઉદીમાં પ્રવેશવા પર ત્રણ વર્ષ માટે પ્રતિબંધ મુક્યો- વાંચો વિગત

વિશ્વ આદિવાસી દિવસે પ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ. ૮૦ કરોડની ચુકવણી થશે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે. હળપતી આવાસ યોજના હેઠળ ૨૦૦૦ આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ ૧૦૦૦ આવાસોના હુકમો આપવામાં આવશે. વ્યક્તિગત યોજનાના કુલ ૨૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૫૬ કરોડની સહાયનું વિતરણ કરાશે. રૂ. ૩૫૫ કરોડના ખર્ચે ૧૪૯ કામોનું લોકાર્પણ અને રૂ. ૪૬૨ કરોડના ખર્ચે ૩૭ કામોનું ખાતમુહર્ત એમ કુલ ૮૧૭ કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી જનતાને મળશે. રાજ્યના વિવિધ જિલ્લા-તાલુકા મથકોએ આ કાર્યક્રમોમાં વિધાનસભા અધ્યક્ષ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદઓ ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, મહાનગરોના મેયરઓ, બોર્ડ કોર્પોરેશનના અધ્યક્ષો સહભાગી થશે.

Whatsapp Join Banner Guj