MGNREGA Yojana

MGNREGA Yojana: લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મનરેગા યોજના હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ, વેતનમાં કર્યો વધારો- વાંચો વિગત

MGNREGA Yojana: મનરેગાના વેતનમાં વધરાનું ગુરૂવારે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું, નવા વેતન દર 1 એપ્રિલ,2024થી લાગુ થશે

whatsapp banner

નવી દિલ્હી, 28 માર્ચઃ MGNREGA Yojana: કેન્દ્ર સરકારે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ કામ કરનારા મજૂરોને મોટી ભેટ આપી છે. સરકારે મનરેગા મજૂરી દરમાં 3થી 10 ટકાનો વધારો કર્યો છે. મનરેગાના વેતનમાં વધરાનું ગુરૂવારે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા વધારવામાં આવેલા મજૂરી દર નાણાકીય વર્ષ 2024-25 માટે છે. મનરેગા મજૂરો માટે નવા વેતન દર 1 એપ્રિલ,2024થી લાગુ થશે.

આ પણ વાંચોઃ Parshottam Rupala controversy: પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પર ક્ષત્રિય સમાજનો ખુલ્લો વિરોધ, જાણો શું છે મામલો?

મનરેગા મજૂરીમાં થયેલો વધારો ચાલુ નાણાંકીય વર્ષ માટે કરવામાં આવેલા વધારાના સમાન જ છે. નોટિફિકેશન અનુસાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 2023-24ની તુલનામાં 2024-25 માટે મજૂરી દરમાં સૌથી ઓછા 3 ટકાનો વધારો થયો છે. ગોવામાં સૌથી વધુ મજૂરી વધારવામાં આવી છે. અહીં મનરેગાની મજૂરી દરમાં 10.6 ટકાનો વધારો થયો છે. સરકાર તરફથી દરમાં એવા સમયે વધારો કરવામાં આવ્યો છે જ્યારે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાંથી ફંડ રોકવા પર વિવાદ ચાલી રહ્યો હતો.

ક્યા રાજ્યમાં કેટલું વેતન વધારવામાં આવ્યું

આંધ્ર પ્રદેશમાં 300, અરૂણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249, બિહારમાં 245, છત્તીસગઢમાં 243 અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Arijit Singh Remembers SSR: અરિજિતને લાઇવ કોન્સર્ટમાં આવી સુશાંત સિંહની યાદ, સિંગર થયો ભાવુક- જુઓ વીડિયો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો