Dariyadev puja: ગુજરાતમાં નાળિયેરી પુનમના દિવસે દરિયાદેવની પૂજા સાથે નાળિયેર અર્પણ કરી વિધિવત રીતે દરિયો ખેડવા માટે સાગરખેડૂઓ રવાના!

Dariyadev puja: ઉઘડતી સિઝનમાં મચ્છીનો મબલક પાક મળે અને બોટ સાથે સહી-સલામત પરત આવે તેવી પ્રાર્થના સાથે દાતી, વલસાડ,નવસારી સહિતની ૨૫૦ થી વધુ બોટો બીલીમોરા નજીકના ધોલાઇ બંદરેથી મચ્છીમારી માટે દરિયો ખેડવા ઉપડી

નવસારી, 23 ઓગષ્ટઃ Dariyadev puja: દક્ષિણ ગુજરાતમાં નાળિયેરી પુનમના દિવસે દરિયાદેવની પૂજા સાથે નાળિયેર અર્પણ કરી વિધિવત રીતે દરિયો ખેડવા માટે સાગરખેડૂઓ રવાના થાય છે. ગઇ કાલે નાળિયેરી પૂનમ હતી. આ ઉઘડતી સિઝનમાં મચ્છીનો મબલક પાક મળે અને બોટ સાથે સહી-સલામત પરત આવે તેવી પ્રાર્થના સાથે દાતી, વલસાડ,નવસારી સહિતની ૨૫૦ થી વધુ બોટો બીલીમોરા નજીકના ધોલાઇ બંદરેથી મચ્છીમારી માટે દરિયો ખેડવા ઉપડી હતી.

આ પણ વાંચોઃ Third Wave: સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે કોરોનાની ભયંકર લહેર, દરરોજ નોંધાશે 4 લાખથી વધુ કેસ: નીતિ આયોગની ધારણા

 ચોમાસાની તુના શ્રાવણ માસમાં દરિયો થોડો શાંત રહેતો હોવાથી માછીમાર ભાઈઓ દરિયાઈ સફર ખેડવા (મચ્છીમારી કરવા) નીકળતા હોય છે. નવસારી જિલ્લાની ૭૫૦ બોટો દરિયો ખેડવા નીકળે છે. ધોલાઈ બંદરેથી રવિવારે અંદાજીત ૨૫૦થી વધુ બોટો ફિશિંગ માટે રવાના થઈ હતી. અહીં રવિવારે બપોરે માછીમારો અને તેમના પરિવારજનો એ દરિયાદેવની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી દરિયાઈ સફરમાં પરિવારની રક્ષા કરવા અને દરિયાદેવને શાંત રહી મબલખ દરિયાઈ પાક આપવા પ્રાર્થના કરી શ્રીફળ દરિયામાં અર્પણ કર્યું હતુ.

વલસાડ જિલ્લાના કોસંબા અને દમણણાં પણ માછીમારોએ પૂજા-અર્ચના કરી હતી. તે સાથે મચ્છીમારી કરવા જઈ રહેલી બોટોમાં જરૃરી લાયસન્સ, લાઈટ, લાઈફ જેકેટ, દોરડા, હેલ્મેટ, ટોર્ચ લાઈટ, દસ્તાવેજી પુરવા, જી.પી.એસ. સિસ્ટમ, વી.એચ.એફ. સેટ, ૧૫-૨૦ દિવસ ચાલે એટલું અનાજ પાણી, દવા, ડીઝલ માછલી પકડવાનો જરૃરી સામાનથી સજ્જ બધી બોટો રવાના થઈ છે. ધોલાઈ બંદરેથી બોટો ઓખા અને મુંબઇ પહોંચે છે અને ત્યાંથી દરિયાઇ સફરે નીકળે છે. વિપુલ પ્રમાણમાં દરિયાઈ માવો મળવાના વિશ્વાસ સાથે દરિયાઈ સફરે નીકળેલા માછીમાર ભાઈઓએ તેમને દરિયામાંથી તીતળ, ધુમાં, કાપસી, વામ, લોબસ્ટર, ઝીંગા, હિલ્સા, પોમ્પ્લેટ અને બુમલા જેવી માછલીઓ અઢળક પ્રમાણમાં મળી રહે એવી પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચોઃ Film Bell bottom: અક્ષય કુમારની અગામી ફિલ્મ બોલબેટમ પર આ દેશોએ બેન કરી- વાંચો શું છે કારણ?

હાલ કમરતોડ ડીઝલના ભાવ વધારાના કારણે તેમજ કોરોના કારણે આવેલી ભારે તકલીફ ન કારણે માછીમાર ભાઓઈઓની મુશ્કેલી વધી છે. ત્યારે હવે મહેનતનું યોગ્ય વળતર સાગરખેડૂ ભાઈઓને મળી રહે તેવા સરકારે પ્રયાસો કરવા જોઇએ એવી લાગણી સાગરખેડૂ ભાઈઓ વ્યક્ત કરી રહ્યા છે.

Whatsapp Join Banner Guj